શ્રીલુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ મુંબઈની સ્થાપનાનીશુભ શરૂઆત સવંત ૧૯૭૪ ના શ્રવણ વદ ૮ ના રોજ થઇ હતી.૧૯૭૪ માં મંડળની સ્થાપના ના પ્રથમ પ્રમુખ સ્વ. શ્રી હરજીવનભાઈ પ્રાગજીભાઈ પીઠવાતથા ઉપપ્રમુખસ્વ. શ્રી જેરામભાઈ માવજીભાઈ વાઘેલા, મંત્રીસ્વ.શ્રી ભીમજીભાઈ દેવશીભાઈ સિધ્ધપુરા, મંત્રીસ્વ.શ્રી પ્રાગજીભાઈ હરજીવનભાઈ હરસોરા, મંત્રી ધરમશીભાઈ રામજીભાઈ હરસોરા,ખજાનચી સ્વ પરશોત્તમભાઈ હરજીવનદાસ હરસોરા, મંત્રી સ્વ. શ્રીભીમજીભાઈ દેવશીભાઈ સિધ્ધપુરા, ઓડીટર સ્વ શ્રી જેકીશનદાસગોવિંદભાઈ રાઠોડ, ઓડીટર સ્વ.રવજીભાઈ પ્રાગજીભાઈ સોલંકી, દફતરી સ્વ.બેચરભાઈ ઠાકરશીભાઈ ડોડીયા આ તમામ પેહલી સ્થાપનાના કમિટી ભાઈઓ હતા.
સ્વ.ગીરધરભાઈ લવજીભાઈ પરમાર (મોણપરવાળા) દ્વારા મંડળને ૨૫૦૦ વારની જગ્યા ભેટમાં આપી.આ જગ્યામાં પેહલા રેહવા માટે સેનેટોરીયમ બનાવ્યુ ત્યારબાદમંડળ દ્વારા વેલ્ફેર સેન્ટર બનાવ્યું અને સમાજના લોકો માટે લગ્ન પ્રસંગ ,વેવિશાળ પ્રસંગ , શીમંત પ્રસંગ,બર્થડેપાર્ટી,ઉતારા માટે,ઉત્તર ક્રિયા માટે,સાદડી માટે વગેરે વગેરે માટે ઉપયોગી થઇ છે.
આપણા મંડળ ના ૩ ધ્યેય છે.જેમાં ૧) શિક્ષણ સહાય ૨) તબીબી સહાય ૩) આર્થિક સહાય વગેરે સહાય મંડળ દ્વારા કરવામાં આવે છે.જયારે જયારે સમાજ ઉપર સંકટ આવે છે ત્યારે ત્યારેમંડળ સેવામાં અગ્રેસર રહે છે.જયારે પણ અતિવૃષ્ટિમાં વરસાદમાં જેમને નુકસાન થયેલ છે તેમને મદદ કરી છે તથા કોરોના કાલ દરમ્યાન જરૂરિયાત મંદ લોકોને અનાજ વિતરણ કરેલ તથા કોરોનાની બીજી લેહર વખતે ઓક્સીજનનીઅછત ઉભી થઈ ત્યારે મંડળ દ્વારા ઓક્સીજનના બાટલા ઓક્સીજન કોન્સનટ્રેટર મશીનનીવગેરે વગેરે વ્યવસ્થા કરી.
મંડળમાંમેમ્બર બનનારનેવાડી વપરાશ તથા મતદાનમાં ઉમેદવાર તથા મતાધિકાર આપવામાં આવે છે. તથા જયારે જયારે સાધરણ સભા મંડળ દ્વારા બોલાવવામાં આવે ત્યારે સભાસદ હાજર રહે છે.કમિટીની ચુંટણી દર વર્ષે કરવામાં આવે છે. ટ્રસ્ટીની ચુંટણી દર ૫ વર્ષે કરવામાં આવે છે.મંડળ ના નિયમ પ્રમાણે ૭ ટ્રસ્ટી ભાઈઓ તથા ૧૧ કમિટીભાઈઓદ્વારા સંચાલન કરવામાં આવે છે. મંડળ દ્વારા જરૂરિયાત મંદ લોકોને લુહાર સુતાર જાતી પ્રમાણ પત્ર,ઓ.બી.સી. તથા ગુજરાતીસમાજમાયનોરીટીપ્રમાણ પત્ર આપવામાં આવે છે.
આપણા મંડળ દ્વારા ભૂતકાળમાં સમૂહલગ્ન તથા સગપણ સંમેલનનું આયોજન કરવામાં આવતું હતું. અત્યારે નવરાત્રીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.તેમાં ૧ દિવસ આરતી કોમ્પિટિશન, ૧ દિવસ ફેન્સીડ્રેસ ૧ દિવસ ટ્રેડીશનલડ્રેસ ની કોમ્પિટિશન રાખવામાં આવે છે.આ કોમ્પિટિશનમાં વિજેતાઓને પારિતોષિક આપવામાં આવે છે.
Things have never been more like the way they are today in history.
પ્રથમ પ્રમુખ સ્વ. શ્રી હરજીવનભાઈ પ્રાગજીભાઈ પીઠવાતથા ઉપપ્રમુખસ્વ. શ્રી જેરામભાઈ માવજીભાઈ વાઘેલા, મંત્રીસ્વ.શ્રી ભીમજીભાઈ દેવશીભાઈ સિધ્ધપુરા, મંત્રીસ્વ.શ્રી પ્રાગજીભાઈ હરજીવનભાઈ હરસોરા, મંત્રી ધરમશીભાઈ રામજીભાઈ હરસોરા,ખજાનચી સ્વ પરશોત્તમભાઈ હરજીવનદાસ હરસોરા, મંત્રી સ્વ. શ્રીભીમજીભાઈ દેવશીભાઈ સિધ્ધપુરા, ઓડીટર સ્વ શ્રી જેકીશનદાસગોવિંદભાઈ રાઠોડ, ઓડીટર સ્વ.રવજીભાઈ પ્રાગજીભાઈ સોલંકી, દફતરી સ્વ.બેચરભાઈ ઠાકરશીભાઈ ડોડીયા આ તમામ પેહલી સ્થાપનાના કમિટી ભાઈઓ હતા.